Friday, April 11, 2025

પ્રતિભાવ -” સમજણ કે ગેરસમજણ” !

Advertisement
Advertisement
Advertisement

(લેખિકા- મિત્તલ બગથરીયા): પ્રતિભાવ છે આજકાલ બિઝનેસ વર્લ્ડ અથવા કોઈ સેમિનાર અથવા કોઈ ઓનલાઈન સેમિનારમાં ખૂબ જ વપરાતો ટ્રેન્ડિંગ શબ્દ બની ગયો છે. પ્રતિભાવ કે ફીડબેક દરેક જગ્યાએ આપણને આ શબ્દ આપણા કાનમાં ગુંજે છે .એ પછી ઓનલાઈન પ્રતિભાવ આપવાના હોય કે ફોર્મ ભરીને આપવાના હોય .આજનો ન્યુ કોન્સેપ્ટ અને ટ્રેન્ડિંગ બનતો શબ્દ છે .તમારા પ્રતિભાવ આવકાર્ય છે વગેરે, વગેરે.

• પ્રતિભાવ-” સમજણ કે ગેરસમજણ”?

હું અહીં આ પ્રતિભાવ શબ્દો લઈ કોઈ મીટીંગ કે વે બી નારની વાત નથી કરવા માગતી, પરંતુ આ શબ્દ લોકોની મેન્ટાલીટી સાથે જોડાણ કરતા વાત કરવા માંગુ છું.

આપણે આજકાલ કોઈ પણ રિલેશનમાં એવી સ્વતંત્રતા આપીએ છીએ કે તું મને ગમે તે કહી શકે, એટલે કે તારા પ્રતિભાવ મને આપી શકે. એ રિલેશન ભાઈ-બહેનના, પતિ-પત્નીના, મિત્ર-મિત્રના, પ્રેમી -પ્રેમિકા, ના સહ કર્મચારી વચ્ચે ના હોય શકે. આપણે હંમેશા કહીએ તું મને તારા પ્રતિભાવો આપ, પરંતુ જ્યારે એ પ્રતિભાવ મળે છે, ત્યારે આપણે કા તો ખુશ થઈએ છીએ અથવા દુઃખી થઈ જાય છે .એનું કારણ એ લોકો સાચું બોલ્યા એ ? કે પછી  આપણા મગજમાં ક્યાંકને ક્યાંક વિચારેલ હતું કે આ વ્યક્તિ આપણને આમ જ કહેશે? અને તેના કરતા અલગ જ આવે છે એ કારણ?
     
આપણે કોઈપણ સાથે રિલેશન રાખતા હોય, ત્યારે સામેવાળી વ્યક્તિએ શું કહેવું અર્ધજાગૃત મન થી આપણા મનમાં ધારી લઈએ છીએ કે આ વ્યક્તિ સારું જ કહેશે અથવા નકારાત્મક કહેશે અને આપણને સારું જ ગળે ઉતરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. એ સ્વીકારવા આપણું મગજ તૈયાર હોતું નથી અથવા તૈયાર કરતા નથી. આપણા મનમાં કંઈક વિચાર છે એના કરતા અલગ પ્રતિભાવ મળે એટલે આપણે દુખી થાય એ છીએ. મનમાં એક કડવાસ ઉદ્ભવે છે. કોઈ વાર બોલવાનું પણ ઓછું કરી નાખીએ છીએ.

જો આપણા મનમાં ધારેલ વિચાર મુજબ પ્રતિભાવ મળે તો તો ખુશ હોઈએ છીએ, નહીંતર સામેવાળા પર દોષારોપણ કરીએ છીએ, તને શું ખબર પડે ? તું તો મને સમજતો જ નથી અથવા સમજતી જ નથી. તો શું પ્રતિભાવ ન આપવા જોઈએ? કે ન લેવા જોઈએ? ના એવું નથી જ્યારે કોઈપણ રિલેશનમાં આપણે પ્રતિભાવ માગીએ છીએ, ત્યારે આપણી કલ્પના કરેલ જવાબ ન હોય શકે, પરંતુ કે સામેવાળાને કહેવું છે તે કહી શકે એવો એટીટ્યુડ હશે. તો પ્રતિભાવ થી દુઃખ નહિ થાય કડવા સ નહીં આવે ,પરંતુ સંબંધો મજબૂત અને સ્ટ્રેઈટ ફોરવર્ડ બનશે.
  
મનમાં ધારી લીધેલ કલ્પના જેવા જવાબ મળશે એવી આશા રાખવા કરતા વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. સામેવાળાને પોતાના શબ્દોની કહેવાની સ્વતંત્રતા આપવી નહીં કે ,આપણા વિચારેલા શબ્દો બોલવાની ફરજ પાડવી. આથી મનની શાંતિ પણ જળવાઇ રહેશે.

“સત્ય કડવું નથી હોતું,
પરંતુ સ્વાદાનુસાર નથી મળતું ગળે નથી ઉતરતું.”

Related Articles

Total Website visit

1,501,796

TRENDING NOW