રક્તદાન એ જ મહાદાન એ યુક્તિ ને સાર્થક કરવા મોરબી જિ.પ્રા.શિ.સંઘના પૂર્વ પ્રમુખ શ્રી મણિલાલ વી. સરડવા એ પોતાના પૌત્ર મંત્રના જન્મ દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં જાતે જઈને અડતાલીસમી વખત રક્તદાન કરી ધન્યતા અનુભવી.
હું નિયમિત રક્તદાન કરું છું. મને કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ થતી નથી. જેથી સમાજમાં રહેતા અમૂલ્ય લોકોની મહામુલી જિંદગી બચાવવા દરેક નવયુવાનો એ રક્તદાન કરવા આગળ આવવું જોઈએ અને રક્તદાન એ જ મહાદાન એ યુક્તિ ને સાર્થક કરવી જોઈએ. મારો એ સંકલ્પ છે કે એકાવન વખત રક્તદાન હું કરીશ…