મોરબીના રોહીદાસપરામાં રહેતા યુવાને પેટનાં દુઃખાવાથી કંટાળી એસીડ ગટગટાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રોહિદાસપરામાં વિજયનગરમાં રહેતા વિનોદભાઇ ઉર્ફે અનીલ પ્રેમજીભાઇ પરમાર(ઉ.વ.૨૫) નામના યુવાનને છેલ્લા બે-ત્રણ માસથી પેટમાં તથા માથામાં દુ:ખાવો થતો હોય જેની દવા ખાનગી હોસ્પિટલમાં લેવા છતાં પેટનો દુ:ખાવો બંધ થયેલ ન હોય અને છેલ્લા પંદરેક દિવસથી પેટમાં વધારે દુ:ખાવો થતો હોય કંટાળી જઇ ગત તા. ૬ જુલાઈના રોજ એસીડ પી જતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયેલ, જ્યાં તેમનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.