પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા હતા
પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે.અન્ય અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. આ પહેલને વધુ આવકાર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાનું યોગદાન આપી સર્વ સમાજ માટે અનોખી પહેલ કરી હતી

અને દરેક સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે અઆવેલા તેમના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે ત્યારે અલગ અલગ સમાજના આ લગ્નમાં જોડાય છે.ત્યારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ આયોજનમાં પાટીદાર સમાજનના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં ક્રિષ્ના બેન ભગવાનજીભાઈ સધરકીયાના ધવલ કુમાર શાંતિલાલ સીરજા સાથે યોજાયા હતા જેમાં પૂર્વ નગરપાલિકાના ચેરમેન અમિતભાઈ ગામી મોરબી શહેર ભાજપ મહામંત્રી રિશીપભાઈ કૈલા પૂર્વ પાલિકા પ્રમુખ કેતનભાઇ વિલરપરા ઉપસ્તી રહ્યાં હતાં તેમજ ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા
