Tuesday, April 22, 2025

પૂર્વ કચ્છમાં રોમિયોગીરી, નશાખોરી ઉપર અંકુશ મેળવવા IGPની તાકીદ

Advertisement
Advertisement
Advertisement

ભુજ: હાલ ચાલી રહેલા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વિભાગના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ગળપાદર જેલની મુલાકાત લીધી હતી અને કેદીઓ અને જેલ સ્ટાફને જરૂરી સુચના આપી હતી તેમજ કેદીઓને વર્તણુકમાં સુધારો લાવી સમાજમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરવા માટે સમજ આપી હતી.

આજે ગાંધીધામ એસ.પી કચેરી ખાતે પૂર્વ કચ્છ પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને જે તે પોલીસ મથક ના થાણા અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા , કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા, સતત પેટ્રોલીંગ કરવા તેમજ હિસ્ટ્રીસીટરફરતે વોચ રાખવા તથા દારૂ જુગાર તેમજ ઈ સિગારેટ તેમજ જાહેર સ્થળ પર અને શાળા કોલેજ ની આસપાસ રોમિયોગીરી અને ઈ સિગારેટ તથા નશીલા દ્રવ્યો પર અંકુશ મુકવા સુચના આપી હતી તેમજ પોલીસ મથકમાં જરૂરી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે સુચના આપી હતી તેમજ આડેસર અને સુરજબારી ચેકપોસ્ટ પર કડક પેટ્રોલિંગ કરવા માટે તેમજ વાહનોનું ચેકીંગ હાથ ધરવા માટે સુચના આપી હતી.

ક્રાઈમ કોન્ફરન્સમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક એ.વી.રાજગોર, એસ.સી એસ.ટી સેલના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.ભાટીયા અંજાર, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા એલસીબી પી.આઈ એન.એન.ચુડાસમા એસઓજી પીઆઇ ડી ડી .ઝાલા સહિત અંજાર ભચાઉ ડીવીઝનના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW