Tuesday, April 22, 2025

પીપળી રોડ પર માટીના ઢગલા કરી રોડ બંધ થતાં આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર સવાલ..

Advertisement
Advertisement
Advertisement

પીપળી રોડ પર માટીના ઢગલા કરી રોડ બંધ થતાં આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર સવાલ..

ટીમડી પાટીયા થી પીપળી ગામ સુધી ના આર.સી.સી. રોડ ઉપર ૩ અલગ અલગ માટીના ઢગલા કરી અડધો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ બાબતે આમ આદમી પાર્ટી ના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. આમ જો રોડ પર રાત્રીના સમયે ઢગલા કરી નાખે તો આમ જનતા ને અકસ્માત ની ભીતી રહે છે છતાં તંત્ર પગલાં કેમ નથી લેતું…?? તંત્ર જાગી ને આવી ગેંગ પર પગલાં ક્યારે લેશે..?? વારંવાર અનેક જગ્યાએ આવી રીતે અડધાં રોડ પર જો ઢગલા કરે છે તો આ તંત્ર દ્વારા પગલાં કેમ નથી લેવાતાં… શું આમાં તંત્ર ની પણ મીલીભગત છે..?? કે તંત્ર આવી ગેંગ થી ડરે છે..?? સીરામીક ઉદ્યોગમાં ગામડે થી બાઈક ચાલકો અપડાઉન કરતા હોય છે જ્યારે રાત્રીના સમયે ઘરે જવા માટે અકસ્માત થાય તો જવાબદાર કોણ…?? સીરામીક ઉદ્યોગ માટે તંત્ર દ્વારા ડંમ્પીગ સાઈડ આપવામાં આવે એવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે જેથી કરીને રોડ પર આવાં ઢગલા ન કરે અને આમ જનતાનું જીવન જોખમાય નહિ.. જો તંત્ર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉદ્યોગકારો ને સાથે રાખી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે…

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW