મોરબી: પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓએ મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણની પ્રવૃતિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાને જરૂરી સુચના કરતા એલ.સી.બી.મોરબી સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા( રહે. શના ળારોડ, ભરતનગર-૦૨, મોરબી,) તથા રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા રહે મોરબી) બન્ને એકબીજા સાથે મેળાપીપણુ કરી રફાળેશ્વરથી પાનેલી ગામ તરફ જતા રસ્તે આવેલ આરકોસ માઇક્રોન્સ કારખાના સામે ટેન્કરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો રાખી ફયુલપંપ મારફતે જુદા જુદા નાના મોટા માલવાહક વાહનોમાં બાયોડીઝલ ઇંધણ સ્વરૂપે ભરી આપે છે.
અને તાજેતરમાં તેની પ્રવૃતિ ચાલુ છેજે હકીકત આધારે રેઇડ કરતા સફેદ પ્રવાહી બાયોડીઝલ આશરે ૫૫૦૦ લીટર કિ.રૂ.૪,૧૨,૫૦૦/- તથા ટેન્કર-૦૧, ટ્રેઇલર-૦૫, મહાન્દ્રા બોલેરો પીકઅપ, ફયુલપંપ ૦૨, ઇલેકટ્રીક મોટર, તથા i20 કાર-૦૨ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ મળી કુલ કી.રૂ. ૧,૦૧,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતામોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
આમ મોરબી એલ.સી.બી.ને ચોરી છુપી વાહનમાં ટાંકો તથા યુલપંપ ફીટ કરી જુદા જુદા વાનોમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ભરી તેનું વેચાણ કરતા વાહનો બાયો ડીઝલનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી સતનામસીંગ અજીતસીંગ વીકે (રહે.નાતીઉરા તા.પોવાયા જી.શાહજહાપુર(યુ.પી.)) પકડવાના બાકી આરોપીઓ યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા( રહે શનાળા રોડ, ભરતનગર-૦૨, મોરબી), રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા (રહે મોરબી), મહીન્દ્રા બોલેરો ગાડી નં.GJ-03-Z-6589 નો ચાલક,ટાટા કંપનીનું ટ્રેલર નં-RJ-14-GJ-0173નો ચાલક, ટાટા કંપનીનું ટ્રેલર નં-RJ-52-GA-7851 નો ચાલક,ટાટા કંપનીનું ટ્રેઇલર નં-RJ-14-GD-8751 નો ચાલક, અશોક લેલન ટ્રેલર નં-RJ-52-GA-4603 નો ચાલક, ટાટા કંપનીનું ટ્રેઇલર નં-RJ-14-GF-0770 નો ચાલક, તથા તપાસમાં ખુલે તે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા HC દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, જયવંતસિંહ ગોહીલ દશરથસિંહ ચાવડા, પો.કો. ભરતભાઇ મિયાત્રા, બ્રિજેશ કાસુન્દ્રા, ભગીરથસિંહ ઝાલા વિગેરે જોડાયેલ હતા.