મોરબી: પાટીદાર અનામત આંદોલનકારી અને પાટીદાર સમાજના લાખો યુવાનોના આદર્શ, પ્રેરણાસ્ત્રોત એવા અલ્પેશ કથીરીયા આવતીકાલે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે.
પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા ૧૪ યુવાનોના પરિવારોને સરકારી નોકરી અને અનામત આંદોલનકારીઓ સામે થયેલ કેસ પરત ખેંચવા પાસ સમિતિ દ્વારા ગુજરાત સરકારને ૩૧ ડિસેમ્બર એટલે કે સરદાર પટેલ જયંતિ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. ત્યારે આવતીકાલે રવિવારે પાટીદાર યુવા અગ્રણી અલ્પેશ કથીરિયા સરદાર નગર વિભાગ ૦૧ અક્ષર એપાર્ટમેન્ટ, દલવાડી સર્કલ કન્યા છાત્રાલય રોડ મોરબી ખાતે હાજરી આપશે