ટંકારા: પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન વ્યાજબી ભાવે મીઠાઈનું વેચાણ કરવા મોરબી જિલ્લા કલેક્ટરને ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમમાઈ વામજાએ રજુઆત કરી છે.
તેમણે રજુઆત કરીને જણાવ્યું છે કે, હાલ હિન્દુઓનો પવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન અનેક તહેવારો આવતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરતા હોય છે આવનાર તહેવારોમાં મીઠાઈ ખરીદી શકે તેને ધ્યાનમાં લઇ ભાવ બંધારણ કરવું અને સારું ફૂડ મળી શકે તેને ધ્યાનમાં લઇ ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવી હાલ ગુજરાતમાં ઘણી જગ્યાએ દૂધનું કાળો કારોબાર પકડાયા છે તે ધ્યાને લઇ પગલા લેવા અને વ્યાજબી ભાવથી બજારોમાં મીઠાઈનું વેચાણ કરવા માંગ કરી છે.