વાંકાનેર તાલુકાનાં પલાસ ગામની ચોકડી નજીક ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલો સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં પલાસ ગામની ચોકડી નજીક આરોપી રણજીતભાઈ ઉર્ફે જયંતીભાઈ દાનાભાઈ ઓળકિયા (રહે. રાજકોટ) પોતાના હવાલાવાળા મોટરસાયકલ રજી નં-GJ-13-AL-0358 (કિં રૂ. ૧૫,૦૦૦) વાળામાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ ( કિં.રૂ. ૪૫૦૦) મળી કુલ રૂ. ૧૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.