પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા અનુદાનિત જુનાગઢ ની સરકારી શાળાના હવનનો બે સંતોના હસ્તે અનાવરણ
શાળાનું પદ્મશ્રી ભીખુદાન ગઢવી નામકરણ કરાશે
પોતાના આવકની સો ટકા રકમ દાનમાં આપનાર હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા જૂનાગઢની એક સરકારી શાળાને 30 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે તેમજ શાળાના ભવનનું નવનિર્માણ કર્યું છે આ શાળાને બે વરિષ્ઠ સંતો દ્વારા ખુલ્લી મુકવામાં આવશે.
આજરોજ સાંજે ચાર કલાકે જુનાગઢના સરદારબાગ વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના નવા બનાવેલ ભવનના લોકાર્પણ પ્રસંગે સંત મોરારીબાપુ અને મહંત મુક્તાનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહેશે અને શાળાના બાળકોને આશીર્વચન પાઠવી આ નવા ભવન ને ખુલ્લુ મુકશે આ પ્રસંગે શાળાને લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી ના નામ સાથે જોડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પદ્મશ્રી જગદીશ ભાઈ ત્રિવેદી એ અત્યાર સુધીમાં રાજ્યભરમાં શિક્ષણ આરોગ્ય તેમજ જરૂરિયાત મંદ લોકો માટે 11 કરોડ જેટલી રકમનું દાન કર્યું છે આ શાળાના ભવનના નિર્માણમાં પણ આરંભથી અંત સુધી તેઓ સતત કાર્યરત રહ્યા છે