હળવદમાં મહિલાએ આર્થિક તંગીના કારણે મકાનમાં ગળેફાંસો ખાઈને આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનવા અંગે હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના સતનામ કોમ્પલેક્ષ સામે રહેતા સંગીતાબેન અશોકભાઈ મિયાત્રા (ઉં.વ.43) ને પોતાના પતિ છેલ્લા દશ-બાર વર્ષથી છોડીને જતા રહેલ હોય અને છેલ્લા ચાર પાંચ દિવસથી ઘરમાં રૂપિયા તેમજ રાશન ન હોય જેથી સંગીતાબેને આર્થિક સંકળામણના કારણે મકાનની છત સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.