હાલ ચાંદીપુરા વાયરસ નો કહેર છે ત્યારે મોરબીની પટેલ કન્યા છાત્રાલયની અંદર જમા થયેલું વરસાદનું પાણીનો રોડ ઉપર જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે
મોરબીના નાક સમા વિસ્તાર છાત્રાલય મેઈન રોડ,નવા બસ સ્ટેન્ડ પાછળ મેઈન રોડ ઉપર ઘણા વખત થયા ગંદા અને ભૂગર્ભ ના અતિશય દુર્ગંધ વારા મળમૂત્ર વાળા પાણી મેઈન રોડ પર છોડતા ગંદકી અને અત્યારે ચાલતા ચાંદીપુરા,ટાઇફોઇડ,મલેરિયા,કોલેરા જેવા ભયાનક રોગચાળો ફેલાવાની શક્યતા ઘણી વધારે છે.
અહીં તંત્ર ના વાંકે કે કોઈ બીજા ના વાંકે છાત્રાલય મેઈન રોડ
અહીં આવેલ આર.ઓ.પટેલ ગર્લ્સ કોલેજ ના ગ્રાઉન્ડ માંથી બહાર મેઈન રોડ પર અતિશય દુર્ગંધ વાળું મળમૂત્ર જેવું વાસ મારતું ગટર જેવું પાણી રોજ છેલ્લા ૧૫ કે ૨૦ દિવસ થયા રોજ રાત પડે કે જેવા વરસાદ ના છાંટા ચાલુ થાય તરતજ પાણી ના મોટા પાઇપ વડે મેઈન રોડ પર છોડવામાં આવે છે અને એ પાણી મેઇન્ છાત્રાલય રોડ પર ઓમ શાંતિ સ્કૂલ ના ચોક પાસે થઈને મેઈન શનાળા રોડ સરદાર બાગ સુધી પસાર થાય છે.
આ કેવું કોને એ સમજાતું નથી કે કયા તંત્ર ના વાંકે આ છાત્રાલય મેઇન્ રોડ પર આવેલ્ સોસાયટી ના રહીશો ને ,દુકાનો વારા અને ગ્રાહકો અને ખાસ ત્યા આવેલ ઘણી સ્કૂલો ના છોકરા,છોકરીઓ અને નાના બાળકો ને આ ડહોળા અને અતિ દુર્ગંધવાળા ગટર ના પાણી માં ના છૂટકે પગ મુકી ને પસાર થવું પડે છે.
પરંતું તો પણ આ મેઈન રોડ પર જોઈ લ્યો આ રીતે પાણી છોડવાનું આ છાત્રાલય વાળા બંધ કરતા નથી કે તેના નિકાલ ની બીજી કોઈ વ્યવસ્થા કરતા નથી.