વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેણાંક મકાનમાંથી રોકડ રકમ રૂ. ૬૫,૦૦૦ કોઈ અજાણ્યો ઇસમ ચરી કરી ગયેલ હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૧) કોઈ અજાણ્યા ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪/૧૦/૨૧ ના રાત્રીના સાડા દશ વાગ્યાથી ૦૫/૧૦/૨૧ના સવારના સાડા સાત વાગ્યાના અરસામાં પોતાના રહેણાંક મકાનમાં ખુલ્લા માળીયા ઉપર રાખેલ ખુલ્લા રોકડ રૂ. ૬૫,૦૦૦/ ની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ છે. આજ દિન સુધી પોતાની જાતે તપાસ કરતા ભાલ ન મળતાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદનાં આધારે તપાસ હાથ ધરી છે.