મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર આવેલ ભારતપરા શેરી નં -૦૧ મા રહેતા આરોપી મુસ્તુફા ઉર્ફે મુસ્તાક ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૬૦ કિં રૂ. ૬૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ દરમ્યાન અન્ય એક શખ્સ નીઝરભાઈ રહીમભાઈ સુમરા રહે. રાજકોટવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.