Thursday, April 24, 2025

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) અને પશુપાલન વિભાગના સહયોગથી પશુસખીઓ માટે એ-હેલ્પ (A-HELP) તાલીમ કાર્યક્રમ

Advertisement
Advertisement
Advertisement

પશુપાલન અને ડેરી વિભાગ (DAHD), મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM), ગ્રામીણ વિકાસ મંત્રાલયના સંયુક્ત માર્ગદર્શન હેઠળ ચાલતા એ-હેલ્પ (A-HELP) કાર્યક્રમ અંતર્ગત, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) અને પશુપાલન વિભાગના સહયોગથી SBI આરસેટી રાજકોટ તાલીમ કેન્દ્ર ખાતે તા. ૨૯/૦૭/૨૦૨૪ થી ૧૪/૦૮/૨૦૨૪ દરમિયાન યોજાયેલ ૧૬ દિવસની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

આ તાલીમમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કુલ ૧૯ પશુસખીઓએ ભાગ લીધો હતો. આ નવનિયુક્ત A-HELP કાર્યકર હવે પશુ ચિકિત્સકો અને દૂધ ઉત્પાદક ખેડૂતો વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરશે.

તાલીમ દરમિયાન પશુસખીઓને પશુ આરોગ્ય, પશુ પોષણ, પશુ પ્રજનન અને દૂધની ગુણવત્તા સુધારણા જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાળધરી ગૌશાળા ખાતે એક પ્રદર્શન અને હાથે-પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પશુસખીઓને ઈયર ટેગિંગ, રસીકરણ, પ્રાથમિક સારવાર અને પરંપરાગત પદ્ધતિઓ દ્વારા પશુના ઘરગથ્થુ ઉપચાર જેવી વિશિષ્ટ કુશળતાઓ શીખવવામાં આવી હતી.

કાર્યક્રમના ભાગરૂપે પશુસખીઓને માહી ડેરી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ, પશુ દવાખાનું, પશુ સંવર્ધન કેન્દ્ર ભૂતવડ, તેમજ ખેરડી ગામના બેસ્ટ પશુપાલન વિજેતાના તબેલાની મુલાકાત, મધમાખી ઉછેર કેન્દ્ર, ગોબર ગેસ પ્લાન્ટ, જૂનાગઢ કૃષિ યુનર્વિસટીના પશુ વિજ્ઞાન કેન્દ્ર તેમજ વેટરનરી કોલેજની મુલાકાત તેમજ રાજકોટ ગોપાલ ડેરી, માગી પશુ આહાર ફેકટરીની મુલાકાત લઈ વ્યાવસાયિક જ્ઞાન અને અનુભવ મેળવવાની તક મળી હતી.

આ તાલીમ કાર્યક્રમ પશુસખીઓને સશક્ત બનાવવા અને ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન ક્ષેત્રમાં સુધારો કરવાના ઉદ્દેશથી યોજવામાં આવ્યો હતો. તાલીમ દરમિયાન આયોજિત વિવિધ સત્રોમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એ-હેલ્પ (A-HELP) કાર્યક્રમ એ પશુપાલન ક્ષેત્રમાં એક નવો પ્રયાસ છે. આ કાર્યક્રમની સફળતાથી આશાવાદ વ્યક્ત થાય છે કે ભવિષ્યમાં વધુને વધુ પશુસખીઓને આ તાલીમનો લાભ મળશે અને પશુપાલન ક્ષેત્રમાં સુધારો આવશે

Related Articles

Total Website visit

1,502,284

TRENDING NOW