ટંકારાના નેસડા (ખા) ગામે ગૌ સેવા યુવક મંડળ દ્વારા નિરાધાર ગૌ-માતાના લાભાર્થે આજે રાત્રે મહાન ઐતિહાસિક નાટક રજુ કરવામાં આવશે.
જેમાં આજે રાત્રે 9:30 કલાકે કચ્છ કેસરી વિર અબડો જામ યાને સતી સુમરીઓ નાટક અને સાથે પેટ પકડીને હસાવતું બુધ્ધિ ચટ કોમિક રજુ કરવામાં આવશે. નેશડા ગ્રામજનો દ્વારા ગામની કોઈપણ ગાય કતલખાને ક્યારેય પણ નહીં જાય તે માટે સંકલ્પ લેવામાં આવ્યા છે. જેથી ગૌમાતાના લાભાર્થે નાટકનું ગૌ સેવા યુવક મંડળ-નેશડા (ખા) દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.