મોરબીમાં પૈસા મામલે યુવાનને ચપ્પુ વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના વાઘપરા ગામે રહેતા દિલીપભાઈ મીરાણીએ આરોપી દિપક રાજુભાઈ બુદ્ધદેવ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, આરોપી દિપક પાસેથી હાથ ઉછીના રૂ.50000 લીધેલ અને રૂ.3000 આપવાના બાકી હોય જેથી આરોપીએ ફરિયાદ દિલીપની નાસ્તાની લારીએ જઈ પૈસા અત્યારે જ આપી દે તેમ કહીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી પટેલ નાસ્તાની લારીએથી શાક સુધારવાનું ચપ્પુ લઇ ફરિયાદીને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.