મોરબી જિલ્લાના માળિયા (મિં) તાલુકાના નાના દહિંસરાથી તરઘરી ગામને જોડતો માર્ગને ડામર રોડ બનાવવા ઈન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખિતમાં જણાવ્યું છે કે, માળિયા તાલુકાના ગામના દહિંસરાથી તરધરી ગામને જોડતો જે રસ્તો છે. તેને ડામરથી મઢવા માટે બને ગામના આગેવાનોની વારંવારની માગણી કરવામાં આવેલ છે. આ બાબતે લગત પેટા વિભાગ દ્વારા જરૂરી એસ્ટીમેટો બનાવીને સરકાર કક્ષાઓથી મંજુરી માટે સાદર કરવામાં પણ આવેલ છે. પરંતુ આજ દિવસ સુધી આ રોડને મજુર કરવામાં શા માટે ? આવેલ નથી તે બાબતે સ્થાનિક લોકો પૂછી રહ્યા છે. આ રોડને તાત્કાલિકના ધોરણે મજુરી કરીને કામ ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.