તારીખ ૦૩.૧૦.૨૦૨૪ ના રોજ રાત્રે ૦૧:૦૦ વાગ્યા ના અરસા માં ભૂસ્તશાસ્ત્રી મોરબી જિલ્લા ની કચેરી ને મળેલ ફરિયાદ અન્વયે મોજે. નાના જડેશ્વર વિસ્તાર ખાતે કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા ખાનગી વાહનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હાર્ડ મોરામ ખનીજનું બિન અધિકૃત ખનન કરતું ટાટા હિટાચી કંપનીનું એક્સકેવેટર મશીન EX-200CC ઝડપી પાડવા માં આવેલ છે.
મળેલ પ્રાથમિક માહિતી મુજબ આ બિન અધિકૃત ખાણકામ એક્સકેવેટર મશીન માલીક જાની નકુલભાઈ ભરતભાઈ રહે. નાના જડેશ્વર તા. ટંકારા જી. મોરબી દ્વારા કરવામાં આવતું હોવાનું માલુમ પડેલ છે.જપ્ત કરેલ મશીન સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન ટંકારા ખાતે રાખવામાં આવેલ છે તેમજ ભૂસ્તશાસ્ત્રી ની ટીમ દ્વારા ખોદકામ વાળા વિસ્તાર ની માપણી કરી ચોરી કરેલ ખનીજ ના જથ્થા તથા ક્યાં સંગ્રહ કરવામાં આવેલ છે તે બાબતે અન્ય સંડોવાયેલ ઈસમો વિરૂદ્ધ તપાસ કરી ફોજદારી કાર્યવાહી હાથ ધરવા માં આવશે.