મોરબી નવા બસ સ્ટેશન સામે મોટરસાયકલ ચાલકે મહીલાનેં હડફેટે લેતાં ઇજાગ્રસ્ત થતાં ભોગબનનારના પતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે બાઈક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા કબીર આશ્રમ પાસે રહેતા ડાયાભાઇ આનંદભાઈ કાટીયાએ મોટરસાયકલ નં- GJ-36-J-5334 નાં ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૭-૦૮-૨૦૨૧ નાં રોજ
આરોપી પોતાનું મોટરસાયકલ રજી. નં- GJ-36-J-5334 વાળુ બેફિકરાઈથી ચલાવી ફરીયાદીનાં પત્ની નયનાબેનનેં પાડી દઈ જમણા પગે ફ્રેકચર જેવી તેમજ શરીરે મુંઢ ઈજા કરી નાશી છુટયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.