મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે રોડ ઉપર યુવકની રીક્ષા સાથે એક શખ્સે પોતાની કાર પાછળથી અથડાવી યુવકને ગાળો આપી ધોકા વડે માર મારી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે હાઉસીંગ રામેશ્વર મંદિર પહેલા પહેલી શેરીમાં રહેતા સંદીપભાઈ અનીલભાઈ જોષી (ઉ.વ.૩૨) એ આરોપી રવીભાઈ એસન્ટ ફોર વ્હીલ કારના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાની ફોર વ્હિલ કાર ફરીયાદીની રિક્ષા રજીસ્ટર નં-GJ-36-W-0847 વાળી સાથે પાછળથી અથડાવી ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી લાકડાના ધોકા વતી તથા શરીરે ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.