મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા એ આજે નવા બનતા ગાળા- વાઘપર- પીલુડી ડામર રોડની જાત તપાસ કરી હતી અને કામગીરી યોગ્ય રીતે અને નિયમ મુજબ કરવાની સૂચના આપી હતી. અને જો કાઈ ગેરરીતિ થશે તો તેની સામે આકરા પગલાં ભરવાની ચેતવણી આપી હતી અને લોકોને પણ અપીલ કરી હતી કે જિલ્લા પંચાયત હસ્તકના જે કોઈ રોડ રસ્તાના કામમાં ખોટું થતું હોય તો ધ્યાન દોરવા જણાવ્યું હતું
