મોરબીના નવા જાંબુડીયા ગામે ગઈકાલે ગૃહ કંકાશમાં પતિએ પત્નીને કૂહાડીના ઘા ઝીંકી મોતના ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવ અંગે આરોપી પિતા વિરૂધ પુત્રએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા ગુણવંતભાઈ હંસરાજભાઈ વિજુવાડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેના માતા મંજુબેન આરોપી હંસરાજભાઈ મોહનભાઈ વિજુવાડીયાના પત્ની થતા હોય અને મંજુબેન તેના પુત્ર ગુણવંતભાઈ સાથે રહેતા હોય અને આરોપી હંસરાજભાઈનો સ્વભાવ જીદી હોય જેથી આરોપી હંસરાજભાઈ સાથે મંજુબેન રહેવા જતા ન હતા. જે બાબતે આરોપી હંસરાજભાઈએ તેના પત્ની મંજુબેન સાથે અવારનવાર બોલાચાલી કરતા હોય તેમજ ગત તા.૨૬ના અગિયાર વાગ્યાના સુમારે આરોપી હંસરાજભાઈ એ તેની પત્ની મંજુબેન સાથે બોલાચાલી કરી ઝધડો કરી મંજુબેન (ઉ.૫૦) ને કુહાડીના ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.