મોરબી: રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને દરિયામાં પવન તેજ ગતિએ ફૂંકાઈ શકે છે. જેને ધ્યાને લઈને માળિયા તાલુકામાં આવેલ નવલખી બંદરે ૨ નંબરનું સિગ્નલ મુકાયું છે.
મોરબી જીલ્લાના એકમાત્ર નવલખી બંદર ખાતે ૨ નંબર સિગ્નલ મુકાયું છે. દરિયામાં તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે. જેને ધ્યાને લઈને સલામતીને ખાતર માછીમારોને દરિયો ના ખેડવા સુચના આપી છે. તેમજ જરૂરત પડ્યે સ્થળાંતર કરવા પણ જણાવ્યું છે.