મોરબીની નવલખી ફાટક પાસે સિલ્વર પાર્ક સોસાયટી પાછળ ઘુચરની વાડીમાં રહેતા ગીરીશભાઈ કલાભાઈ ડાભી (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીએ ફરીયાદિની મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી રજીસ્ટર નં. GJ-03- AZ-6860 વાળી જેની હાલે કિ.રૂ.૨,૦૦,૦૦૦/- વાળી બોલેરો પીકઅપ ગાડી (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.