નવલખી પોર્ટ પર કોલસનો જથ્થો આવે છે. અને ત્યાંથી જે તે કંપનીનો માલ ત્યાં પડ્યો હોય છે. તેમાથી ખોટી નંબર પ્લેટ લગાવીને કંપનીની ખોટી લોડીંગ સ્લીપ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી 135 ટન કોલસાની છેતરપીંડી કરી હોવાની માળિયા મિંયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ યુપી વતની અને હાલમાં મોરબીના નવલખી રોડ પર આવેલ ત્રિલોકધામ મંદિરની બાજુમાં કુબેરનગર -૩માં રહેતા દીનદયાલભાઇ રામેશ્વર શુકલાએ આરોપી ટ્રેલર નં.GJ05-BU-2185 ના ચાલક સામે માળિયા (મિં) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ટ્રેલરના ઇસમે પોતાનો સમાન ઈરાદો પાર પાડવા કાવતરું રચી ટ્રેલર નં.GJ05-BU-2185માં ખોટી નંબર પ્લેટ લગાવી ફરિયાદની દીનદયાલભાઈ શુક્લાની કંપનીની ખોટી લોડીંગ સ્લીપ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદી દીનદયાલભાઈ શુક્લાની કંપનીનો કોલસો ત્રણવાર ટ્રેલરમાં કુલ.135 ટન જે 1 ટનની કીમત રૂ.6300 લેખે જેની કુલ કીમત રૂ.8,50,500 નો ભરી જઈ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. માળિયા (મિં) પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.