ઓનલાઇન બુક રીડીંગ માટે મોટી સ્ક્રિન વાળા નમો ટેબલેટ વધુ લાભદાયી નીવડે છે
મોરબી: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ પાંચ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે યોજાયેલ જ્ઞાનશક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મોરબીની એલ.ઇ. કોલેજના વિદ્યાર્થી રાહુલ ચૌહાણે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારની યોજનાઓ અંગેના મુક્ત અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, હું એલ.ઇ. કોલેજનો મેકેનીકલ એન્જીનીયરીંગનો છાત્ર છું. ટેકનોલોજીકલ યુગમાં ઘણી બધી બુક આવે છે તે બુક ઓનલાઇન હોવાને કારણે વધારે સારી માહિતી મળી રહે છે.
આ બધી બુક વધારે ઉપયોગી થઇ શકે તે માટે મને ટેબ્લેટ યોજના વધારે ગમી છે. આપણે ઘણી વાર જોઇએ છીએ કે આપણી બધા પાસે ફોન છે પણ તેની સ્ક્રીન ઘણી નાની હોય છે. પણ ટેબ્લેટની મોટી સ્ક્રીન સાઇડ ઘણી ઉપયોગી નીવડે છે. સરકારનું આ ટેબ્લેટ સ્ટેપ ઘણુ સારુ છે. ઘણા બધા છોકરાઓને આ સુવિધા નથી મળી તે સુવિધા મળવાથી ઘણો લાભ થઈ શકે તેમ છે. આ યોજનાથી અમે બધા વિદ્યાર્થીઓ ખુબ ખુશ છીએ.