મોરબી: સીમા જાગરણ મંચ સાગર ભારતી તથા ભારત વિકાસ પરિષદ દ્વારા ધ હિંદુત્વ પેરેડાઈમ પુસ્તકના લેખક રામ માધવજીને મોરબીનાં આંગણે પધારવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રામ માધવજી અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપૂર્વ રાજ્યમાં યશસ્વી કામગીરી કરી ચુક્યા છે. જેઓ આગામી તા.1/1/22 ના રોજ સાંજના 5 કલાકે મહારાજા મહેન્દ્રસિંહ ટાઉનહોલ નગરપાલિકા મોરબી ખાતે પધારશે. આ તકે હરિસ્મરણ સ્વામી (BAPS મોરબી), ડો.જયંતિભાઈ ભાડેસિઆ (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), જયસુખભાઈ પટેલ (ઓરેવા ગ્રુપ), જીતુભાઈ પટેલ (સિમ્પોલો ગ્રુપ) ઉપસ્થિત રહેશે.