Tuesday, April 22, 2025

ધોરીમાર્ગના ડ્રેનેજના પુરાણને લીધે ભરતનગર, સાદુળકાના ખેતરોમાં પ્રસરતું પાણી અટકાવવા ધારાસભ્યની માંગ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: તાજેતરમાં મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે મળેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં મોરબી-માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જુદા-જુદા પ્રશ્નો રજૂ કરેલ હતા. જે પૈકી મોરબી-માળીયા (મીં) વાયા દેરાળા બસ, મોરબી-રાસંગપર વાયા પીપળીયા રાત્રિ રોકાણ બસની માંગણી સંતોષવામાં આવી છે. તેમજ મોરબીથી કચ્છમાં જતાં નેશનલ હાઇવે ઉપર ડ્રેનેજ પુરાણ થઈ જતાં ભરતનગર, સાદુળકા સહિતના ગામોની ખેતીની જમીનમાં પાણી પ્રસરે છે તે સમસ્યા દૂર કરવાની ધારાસભ્યની રજૂઆત અન્વયે ડેપ્યુટી કલેક્ટર દ્વારા નેશનલ હાઇવે અને મહેસૂલના અધિકારીઓને સાથે રાખીને આ સમસ્યાનું નિરાકરણ આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમરનગરના સરપંચની રજૂઆત મુજબ પણ પાણીનો નિકાલ થાય તે જોવા જણાવ્યુ હતું.

મચ્છુ – ૨, મચ્છુ-૩, મચ્છુ-૪ ના સીચાઈના કામો અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. જીવાપર ગામે L & T દ્વારા નંખાયેલ પાઇપલાઇનના લીકેજને કારણે ખેડૂતોને થતી નુકશાની અટકાવવા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડને તાકીદ કરાયેલ હતી. તેમજ નર્મદાની મોરબી-માળીયા (મીં) ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ હેઠળના શાખા, પ્રશાખાના અધૂરા કામો તાકીદે પૂર્ણ કરવા અને અમરનગરના ખેલશંકરભાઈ લીલાધરભાઈ મહેતાની આવાસ યોજનાની માંગણી સંદર્ભે વિગતે ચર્ચા કરી હતી. ઉપરોક્ત પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ આવે તે જોવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખાસ આગ્રહ સેવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW