વાંકાનેરના વઘાસીયા ટોલનાકા સી.એન.જી. પંપ પાસે નવી બનતી હોટલ નજીક મજૂરી કામ કરતી વખતે ધાબા પરથી પડી જતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા સી.એન.જી.પંપ પાસે નવી બનતી હોટલ પાસે રહેતા અને ત્યાંજ મજૂરી કામ કરતા સવાઇભાઇ પુંભારામ (ઉ.વ.૨૨) નું તા.૯ ના રોજ ધાબા પરથી પડી જતા પ્રથમ સારવાર માટે વાંકાનેર સીવીલ હોસ્પિટલમાં બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ત્યાર બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં લઈ જતાં ઈમરજન્સી ફરજપરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા. વાંકાનેર સીટી પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.