દ્વારકા તાલુકામાં વકીલો પર થતા જીવલેણ હુમલાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા પ્રદાન કરવા એડવોકેટ પ્રોટેક્શન એક્ટના કાયદાનું અમલીકરણફરજિયાત ક૨વા વકીલ મંડળોએ પ્રાંત અધિકારી દ્વારકાને પાઠવ્યું આવેદનપત્ર.
ઓખા અને દ્વારકાના બને વકીલ મંડળો આજે પ્રાંત અધિકારી દ્વારકાને આવેદન પાઠવી જણાવ્યું છે કે વકીલો પર હુમલા અને હિંસક પ્રવૃતિઓમાં વધારો થયો છે ત્યારે રાજ્યમાં મજબુત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની જરૂરત છે હિંસા અને હુમલામાં અનેક વકીલોએ ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે જેથી ન્યાય સેવામાં અટકાવ થઇ છે જામનગર જીલ્લામાં દર વર્ષે ૧ વકીલનું મર્ડર થાય છે અમરેલીમાં વકીલના માતાનું મર્ડર અને કોર્ટ પ્રીમાઈસીસમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવી રહી છે. વધુમાં ભાવનગર, કચ્છ જીલ્લામાં વકીલ પર ખોટી એફઆઈઆર ના બનાવો સામે આવ્યાછે ધમકીઓ અને દુર્વ્યવહારના બનાવો બનતા રહે છે જેથી વકીલોને સલામતી અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કાયદાકીય સુરક્ષા, વકીલોને તેમની કામગીરી દરમિયાન કોઇપણ પ્રકારની હિંસા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષાપૂરી પાડવી, જવાબદારી અને Symphony કાર્યવાહી જેમાં વકીલ અને તેના પરિવાર પર હૂમલો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી છે જેથી એડવોકેટપ્રોટેક્શન એક્ટ તાત્કાલિક પસાર કરવામાં આવે તેવી માંગ કરી છે.