દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં વરવાળા પાસેથી માદક પદાર્થનો જથ્થો ઝડપાયા બાદ ફરી એકવાર મોજપ પાસેથી ચરસનો બિનવારસુ જથ્થો ઝડપાયો છે.
મોજ૫ ગામ પાસેથી અંદાજિત ૧૧ કરોડ રૂપિયાની કિંમત ધરાવતાં ૨૧ કિલોના ર૦ પેકેટસનો વિશાળ જથ્થો બિનવારસુ હાલતમાં દેવભૂમિ દ્વારકા પોલીસની ટીમે ઝડપી પાડયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયના માર્ગદર્શનમાં ડીવાય.એસ.પી.હાર્દિક પ્રજાપતિ, ડીવાય.એસ.પી. સાગર રાઠોડ, એલ.સી.બી.પી.આઈ. કે.કે.ગોહેલ, એસ.ઓ.જી.ઈન્ચાર્જ પી.આઈ. પી.સી.સીંગરખીયા, દ્વારકા પોલીસની ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશનમાં ૧૧ કરોડની કિંમતનું ર૧ કિલો ના ર૦ પેકેટસનો વિશાળ ચરસનો જથ્થો ઝડપાયો હતો. બે દિવસ પહેલા પણ દ્વારકાના વરવાળા નજીકના દરિયા કિનારેથી ૧૬ કરોડનું ૩ર કિલો ચરસ પકડાયેલ હોય આજે ફરી ચરસનો વિશાળ જથ્થો ઝડપાતા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય એ ઉચ્ચસ્તરીય બેઠક યોજી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.