દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૭ ફેબ્રુઆરીના રોજ યોજાશે
લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ
રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો
ફેબ્રુઆરી માસનો સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી, ખંભાળિયા ખાતે યોજાશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. અરજીમાં મોબાઈલ નંબર અચુક દર્શાવવાના રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. અરજદાર જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇ રજૂઆત કરી શકશે,
સામુહિક રજુઆતો કરી શકશે નહિ. અરજદારો કચેરીમાં તા.૧૦/૦૨/૨૦૨૫ સુધી પ્રશ્નો રજૂ કરી
શકશે તેમ નિવાસી અધિક કલેકટરશ્રી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.