જામ ખંભાળિયા ની “ગરીબ ખંભાળિયા નગર પાલિકા”
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા નગરપાલીકા પાસે પૈસા નથી!!!
છેલ્લા આશરે અઢી દાયકાથી ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકામાં દોઢેક દાયકાથી કોઈપણ પ્રકારનો વેરા વધારો કરાયો નથી, નગરપાલિકાની સામાન્ય સભામાં દર વર્ષે એકાદ વખત કરવેરો વધારવાની દરખાસ્ત નક્કી કરવામાં આવે છે, પરંતુ કહેવાતા જાગૃત સદસ્યો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવતા કરવેરા વધારવાની દરખાસ્ત લેવામાં આવતી નથી, એના કારણે હાલની પરિસ્થિતિમાં નગરપાલિકાને લાઈટ બિલના પૈસા ચૂકવવા માટે ફાઈનાન્સ બોર્ડ પાસેથી લોન લેવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વકર્સ, સફાઈ તેમજ દીવાબત્તી વેરા સ્વરૂપે આવક થાય છે. જેમાં વોટર વર્ક્સમાં તો લાખના બાર હજાર જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.
શહેરમાં બાંધકામની મંજૂરીની સત્તા નગરપાલિકા પાસે હતી. છેલ્લા કેટલાક વર્ષોથી આ સત્તા આવે “ખાડા” (ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ) પાસે ચાલી જતા આ આવક પણ બંધ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છેકે નગરપાલીકા ના સભ્યો ફાંકા ફોજદારી અને ખટપટ માંથી ઉચા નથી આવતા તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે..