દેવભુમી દ્વારકા જિલ્લામાં શિક્ષકો ની ઘટ બાબત આપ દ્વારા ફંડ ઉઘરાવી, શિક્ષાબેન ની શોકસભા, અને રામધૂન બોલી ને આવેદન પત્ર આપવામાં આવ્યું..
દેવભૂમિ દ્વારકા જિલ્લા માં પ્રાથમિક શિક્ષણ ખાડે ગયું હોય જેમાં મુખ્ય કારણ શિક્ષકો ની ઘટ હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા માં ધોરણ 1 થી 5 માં 896 શિક્ષકો અને ધોરણ 6 થી 1 મા 313 શિક્ષકો ની ઘટ છે, ત્યારે આ શિક્ષકો ની ઘટના હિસાબે બાળકો ના ભવિષ્ય નું શું? આગળ જતા આ બાળકો ને ગણિત વિજ્ઞાન, અને અંગ્રેજી જેવા વિષયો માં કઈ રીતે આગળ વધશે તે એક પ્રશ્ન છે, આ શિક્ષકો ની ઘટ નો મુદ્દો ગંભીર અને ઘણા સમય થી હોય ત્યારે આવનારા સમય માં આ શિક્ષકો ની ઘટ બાબત યોગ્ય શિક્ષકો ની નિમણુંક નહિ કરવામાં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી, આ બાબત આમ આદમી પાર્ટી દ્વારા નગર ગેઈટ ની આજુબાજુ વિસ્તાર માં શિક્ષણ ફંડ ઉઘરાવવા માં આવ્યું અને શિક્ષા બહેન નું ઉઠમણું રાખવામાં આવ્યું હતુ અને રામધૂન બોલાવવા માં આવી હતી ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..
આમ આદમી પાર્ટી દ્વારા આ બાબત પર યોગ્ય પગલાં લેવામાં આવે એવી વિનંતી કરવામાં આવી હતી..