“જ્યાં રોટીનો ટુકડો ત્યાં હરી ઢુંકડો” ઉક્તિને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225 મી જન્મજયંતીની દેશ વિદેશમાં ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષની માફક આ વખતે પણ ભોજન અને ભજનની અહાલેક સમગ્ર વિશ્વમાં જગાડનાર, આપણા સૌના પરમ શ્રઘ્ધેય, પ્રાતઃસ્મરણીય, સંત શીરોમણી શ્રી જલારામબાપાના 225 માં પ્રાગટય પર્વના ભક્તિમય, ભાવભીના ઉત્સવની ઉજવણીનું દુબઈ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજા, શ્રી જલારામબાપા ભજન અને ધૂન અને જલારામ જયંતિ અન્નકુટ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર યુ.એ.ઈ ના લોહાણા પરિવાર તેમજ દરેક જ્ઞાતિ ના આશરે 2000 ભક્તજનોએ આરતી અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો.
અત્રે ઉલેખ્ખનીય છે કે વિદેશમાં હોવા છતા દુબઈમાં લોહાણા જ્ઞાતિના આગેવાન હરીશભાઈ પવાણી, દિપકભાઈ વાઘાણી, શૈલેષભાઈ જસાણી, મુકુન્દભાઈ ઠક્કર સહિતનાં સભ્યો તન, મન અને ધન થી દરેક પ્રસંગમાં સેવા આપી રહ્યા છે .