મોરબી કોરોના કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે મોરબીમા ઓક્સિજન બેડ અને ઓક્સિજનના બાટલા ની ખૂબ જ તંગી જોવા મળી રહી છે. ત્યારે મિલેનિયમ ગ્રુપે અનોખી દરિયાદીલી બતાવી છે.
મુળ થોરીયાળીના વિછીંયાના વતની અને હાલ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા મિલેનિયમ ગૃપના મોભી મનસુખભાઈ કોરડીયા દ્વારા આજે પોતાના માદરે વતન વિંછીયામાં ચાલતાં કોરોના કેર સેન્ટરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની વ્યવસ્થા સાથેની 2 એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. બન્ને એમ્બ્યુલન્સનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ એમ્બ્યુલન્સ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેમજ કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહી.
ત્યારે મનસુખભાઈ કોરડીયાના પુત્ર રવિ કારોડીયાએ ઓક્સિજનની અછત વચ્ચે આગળ આવીને 20 બાટલા ઓક્સિજન સેવા માટે આપ્યાં છે. તેમજ પોતાની કાર અને ડ્રાઈવર પણ 20 દિવસ સુધી કોરોના કેર સેન્ટરમાં સેવા આપી છે. રવિભાઈ કારોડીયા દ્વારા પોતાની ફેક્ટરીમાં પણ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમ સાથે કોરોના કેર સેન્ટર ચલાવી રહ્યા છે.
