દંભ અને ડર સમાજ અને સંબંધોની જાળવણી માટે અનિવાર્ય છે
મોરબી: સમાજ અને માનવીય સંબંધો ડર અને દંભના પાયા પર ટકી રહ્યા છે. ભારતીય સમાજમાં તે છે જ, ઘણા ઠેકાણે તો ઘૃણા ઉપજે તે હદે છે. જોકે મને અન્ય સમાજોનો અનુભવ નથી. પણ એટલું ચોક્કસ કે મનુષ્ય નિખાલસતા પચાવી શકતો નથી અને ભય વિના પ્રિત કરી શકતો નથી. બહુ જ જૂજ લોકોમાં એ ઉમદાપણુ હોય છે.
એક દ્રષ્ટિએ ભય અને દંભ ઉપયોગી છે. અને સારા ઉદ્દેશથી તે થાય તો તે અનૈતિક પણ નથી. સૃષ્ટિમાં કોઈ ભાવના, કોઈ લાગણી, કોઈ પ્રવૃત્તિ, કોઈ વિચાર સારો કે ખરાબ નથી. માત્ર તે ક્યાં, ક્યા સ્થાને, ક્યા સંજોગોમાં છે તેના પરથી જ નક્કી થાય છે કે તે સારો છે કે ખરાબ.
હું પ્રભુને પ્રાર્થના કરૂ છું કે માનવ સમાજ વિકાસ કરી એટલો ઉન્નત બને કે માનવીય સંબંધો અને સમાજને જાળવવા માટે ડર અને દંભની અનિવાર્યતા ન રહે.
પ્રભુની ઈચ્છા હશે તો એવો વિશ્વ સમાજ નિર્માણ કરવામાં ભારત અગ્રેસર બનશે.
આપણાથી શરૂઆત કરીએ?તેના માટે હ્દયમાં શુધ્ધ દિવ્ય પ્રેમને વિકસવા દેવાની તક આપવી જોઈએ.
પ્રયત્ન કરીએ. ખરૂ ને?
-અર્કેશભાઈ જોષી