Monday, April 28, 2025

થાનગઢમા બાઈક ચોર ગેંગ ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : થાનગઢ પોલીસે મોરબીની બાઈક ચોર ગેંગને ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી લીધા છે. જે બાદ ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં જુદા – જુદા ત્રણ બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે લાલપર ગામે રહેતા દેવજીભાઈ મગનભાઈ બારેજીયા તેમજ અન્ય બે સાહેદોએ બાઈક ચોર ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી (રહે, થાનગઢ રૂપાવટી રોડ દલવાડીનગર જી.સુરેન્દ્રનગર) વિકાશભાઈ ભરતભાઈ પનારા (રહે, થાનગઢ રૂપાવટી રોડ રામાધણીના નેસડામાં જી.સુરેન્દ્રનગર) રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા( રહે, મોરથળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર )ની સામે ત્રણ મોટર સાયકલ કિંમત રૂ.૬૦,૦૦૦ ચોરી થવા બાબતે બે માસ પૂર્વેના બનાવમાં ફરિયાદ નોંધાવી છે. લાલપર ગામ તથા આજુ બાજુ વિસ્તારમાંથી બાઈક ચોરવા મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ- ૩૭૯,૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,510

TRENDING NOW