ત્રીજી ડિસેમ્બર: વિશ્વ વિકલાંગ દિવસ દિવ્યાંગોના આત્મવિશ્વાસ અને સંઘર્ષની ઉજવણી
કચ્છના નંદલાલ શામજી છાંગા, જેઓ 95% દિવ્યાંગ છે, દિવ્યાંગતા હોવા છતાં જીવન જીવવાની નવી દિશા અપનાવી છે. બેટરીવાળી ગાડી તેમની જીવનસાથી સમાન બની છે, જેનાથી તેઓ પોતાના દરેક કામ જાતે કરી શકે છે. “હાથ-પગનો ઉપયોગ કરવાની ક્ષમતા ન હોવા છતાં, આ ગાડી મને સ્વતંત્ર જીવન જીવવા માટે હિમ્મત આપે છે,” તેઓ કહે છે.
વિશ્વ દિવ્યાંગ દિવસના અવસરે નંદલાલભાઈ જેવા વ્યક્તિઓ આપણને પ્રેરણા આપે છે કે શારીરિક અવરોધો જીવનમાં અવરોધ બનતા નથી જો સંઘર્ષ કરવાની તૈયારી હોય. તેમની ગાથા દિવ્યાંગ લોકો માટે એક આદર્શ છે કે દરેક પરિસ્થિતિમાં આગળ વધવું શક્ય છે.
આ વિશેષ દિવસે, કચ્છ અને સમગ્ર ગુજરાતના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને હાર્દિક શુભકામના – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ