ત્રિરંગા યાત્રામાં દેશની આન બાન અને શાન ત્રિરંગાનું થયેલ અપમાન તાત્કાલિક અટકાવવા અંગે મોરબી જિલ્લા કલેકટર રજૂઆત કરતા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ.
ભારત સરકાર દ્વારા 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરેલ હોઈ ત્યારે સમગ્ર રાજ્ય અને દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમ ચાલી રહ્યો હોય પરંતુ આ અભિયાન અંતર્ગત ભારત સરકારના ફ્લેગ કોડ નિયમનો ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે જેના કારણે આ અભિયાન સન્માન ની જગ્યાએ ત્રિરંગાના અપમાનમાં બદલાઈ રહ્યું છે તો તાત્કાલિક ધોરણે મોરબી શહેરમાં અપમાનજનક સ્થિતિમાં લાગેલા ત્રિરંગાઓને ફ્લેગ કોડ નિયમ મુજબ લગાવવા રજૂઆત કરવામાં આવી છે અથવા તો મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવી ચીમકી સાથે મોરબી જિલ્લા કલેકટર ને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા એ રજૂઆત કરી છે