તરઘરી ગામે હઝરત ભાવદીપીર કાઠાવાળા ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવશે
જાણવા મળતી વિગત મુજબ માળિયા મીયાણા તાલુકાના તરઘરી ગામે આવેલ હઝરત ભાવદીપીર કાઠાવાળા પીર નો ઉર્ષ મુબારક દરવર્ષે ની જેમ આ વર્ષે સોમવારના રોજ 15/05/2022 ના રોજ ઉજવણી કરવામાં આવનાર છે, સંદલ શરીફ સવારે 9:00 કલાકે, વાયેઝ શરીફ સવારે દશ કલાકે અને ન્યાઝ શરીફ સવારે દશ ત્રીસ કલાકે હોવાનુ હઝરત ભાવદીપીર કાઠાવાળા પીર દરગાહ શરીફ ના મુઝાવર શાહમદાર હુશૈનશાહ બચુશા ડાડાની યાદી માં જણાવવામાં આવ્યું હતું આ તકે તરઘરી ગામના સરપંચ સાગરભાઇ ફુલતરીયા સહિત સમસ્ત ગ્રામજનો આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે