હળવદ: હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં તમે અમારી જમીનનાં શેઢે કેમ બાવળીયા કાપ્યા કહીં વૃદ્ધને ચાર શખ્સોએ મુંઢ માર મારી ધારીયાના ઘા ઝીંક્યા હોવાની ફરીયાદ હળવદ પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવાં માલણીયાદ ગામે રહેતા અંબારામભાઈ ભવાનભાઈ કણઝરીયા (ઉ.વ.૫૭)એ આરોપી મહાવિરસિંહ ગંભીરસિંહ, યુવરાજસિંહ મહાવિરસિંહ, અર્જુનસિંહ ગંભીરસિંહ, લખુભા ઉર્ફે બકુલસિંહ(રહે.બધા માલણીયાદ ગામે મ.હળવદ) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપીઓએ ફરીયાદીને કહેલ તમોએ અમારા જમીનનાં શેઢે બાવળીયા કાપેલ છે તેમ કહી ગાળો આપી ફરીયાદીને મુંઢમાર મારી મહાવિરસિંહએ ધારીયાના ઘા ઝીંક્યા હોવાની અંબારામભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.