Thursday, April 24, 2025

ડાયાબિટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે ખાસ 15 દિવસની યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર ના સયુંકત ઉપક્રમે શિબિરનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

14 November વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં, ડાયાબિટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે ખાસ 15 દિવસની યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર ના સયુંકત ઉપક્રમે શ્રીસરસ્વતી શીશુ મંદિર, મોરબી ખાતે તા.14 થી શરૂ થઈ જેમાં બહોળી સંખ્યા માં રજીસ્ટર થયેલ ડાયાબિટીસ પેશન્ટ જોડાયા.

ડો. જે. એસ. ભાડેસિયા સાહેબ (માં. ક્ષેત્ર સંઘચાલકશ્રી, પશ્ચિમ વિભાગ, આર.એસ.એસ), ડૉ. વિજયભાઈ ગઢીયા, ડૉ. પ્રવીણ વડાવિયા અને ડો. ચિરાગ આધારા સહબે ની પ્રેરક ઉપસ્થિતિમાં શિબિર પ્રારંભ કરાઇ અને તેઓનું માર્ગદર્શન દરેક હાજર રહલે શીબિરાર્થીઓને પ્રાપ્ત થયું.

બહોળી સંખ્યામાં વહેલી સવારે યોગ શિબિર માં જોડાવા બદલ ડો. ભાડેસિયા સાહેબ દ્વારા ખૂબ હર્ષ વ્યકત કરાયો અને ખોટી ચિંતાથી દૂર રહેવા અને સ્વાસ્થ પ્રત્યે જાગૃત રહેવા તેમના દ્વારા જણાવેલ.

યોગ, આયુર્વેદ અને એલોપેથીના ત્રિવેણી સંગમ વિશેની વાત ડો.પ્રવીણભાઈ વડાવિયા દ્વારા રજૂ કરાયેલ અને આયુર્વેદ દ્વારા શરીરને તંદુરસ્ત રાખવા અંગે અત્યંત જરૂરી જાણકારી અપાઈ.

ડો.વિજયભાઈ ગઢીયા દ્વારા ડાયાબિટીસ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી અને ડાયાબિટીસ ને દૂર રાખવા જીવન શૈલીમાં કરવાના થતાં ફેરફારો ની સમજ બધાને અપાયેલ.

ડો. ચિરાગ આધારા દ્વારા યોગ અને એક્સરસાઇઝનું મહત્વ જણાવેલ અને ડાયાબિટીસ વાળા લોકોને આ બાબતની સંપૂર્ણ જાણકારી આપી રોગમાંથી બહાર નીકળીને તંદુરસ્ત બને તેવા શુભ આશય સાથે બધા ઉપસ્થિત લોકોને પ્રેરિત કરેલ.

આ ખાસ ડાયાબિટીસ નિવારણ યોગ શિબિરને સફળ બનાવવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મોરબી ટીમ, આરોગ્ય વિભાગ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મોરબી જિલ્લાની સમસ્ત ટીમ સતત કાર્યરત રહેલ તેવું મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર રૂપલબેન શાહની યાદી માં જણાવેલ છે.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW