Friday, April 25, 2025

ઠીકરીયાળા ગામેં છુટાછેડા બાબતે થયેલી મારામારીના બનાવમાં ચાર સામે ફરિયાદ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામેં દીકરીના છૂટાછેડા બાબતના મનદુઃખનો ખાર રાખી વેવાઈ પર સામાંપક્ષના વેવાઈ સહિત ચાર શખ્સોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માલાભાઇ છનાભાઇ પાંચલ (ઉ.વ. ૫૦ ધંધો મજુરી રહે.નવા જાંબુડીયા તા.જી. મોરબી) એ આરોપીઓ જીવાભાઇ માલાભાઇ ગોહીલ, ભાનુભાઇ માલાભાઇ ગોહીલ, વિજયભાઇ જીવાભાઇ ગોહીલ, સંજયભાઇ ભાનુભાઇ ગોહીલ (રહે. બધા. ઠીકરીયાળા તા. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૦ ના રોજ સવારના આઠેક વાગ્યે વાંકાનેરના ઠીકરીયાળા ગામેં ફરીયાદીની દીકરીના છુટા છેડા બાબતે ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે મનદુખ ચાલતુ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકાનો ઘા પગના સાથળમા મારી ઇજા કરી તથા ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી તથા ચોથા આરોપીએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદનાં આધારે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,386

TRENDING NOW