મોરબી: હાલ ચાલી રહેલી મહામારીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. એ ખુશીની વાત છે. કોરોના કાળમાં સ્થગીત કરેલ વૃક્ષારોપણનું કાર્ય ટીમ ગ્રીન આર્મી મોરબી દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યું છે.
કોરોનાના આ કપરા કાળમાં ઓક્સિજનનું શું મહત્વ છે? એ આપણે સૌ ને ખબર પડી છે. ત્યારે ઓક્સિજનના બાટલા શોધવા કરતા કુદરતી ઓક્સિજનના બાટલા વાવવા અને તેનું જતન કરીને પૃથ્વીને પાછી લીલીછમ કરવીએ આપણા સૌની નૈતિક ફરજ છે. એ ફરજના ભાગરૂપે આ વર્ષના વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત આજના યોગ દિવસથી કરી રહ્યા છીએ, ટીમ ગ્રીન આર્મી- મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે શનિભાઈ બોરીચાના સાથ સહકારથી વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
