Friday, April 4, 2025

ટંકારા હનીટ્રેપ કેસ : યુવાનનો મોબાઈલ નંબર આપી હનીટ્રેપમાં ફસાવી દેવાની ટીપ આપનાર ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના હરીપર ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મના કેશમાં ફસાવી દેવાની ધમકી આપી અપહરણ કરી રૂપિયા 5 લાખ કઢાવી લેનાર ગેન્ગના મુખ્ય ટીપ આપનાર આરોપીને ટંકારા પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

હરીપર ગામના રહેવાસી વેપારી યુવાનનો મોબાઈલ પર સંપર્ક કરી દેવુબેન ઉર્ફે પુજાબેન નામની મહિલાએ પરિચય કેળવી ગત તા. ૧૭ ના રોજ કારમાં મળવા ગયેલ અને છતર ગામ નજીક એક સ્વીફ્ટ કારમાં આવી સંજય પટેલ, હાર્દિક મકવાણા, ઋત્વિક રાઠોડ સહિતના પાંચ ઇસમોએ યુવાનનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી કુલ રૂપિયા 5 લાખ પડાવી લીધા હતા જે બનાવ મામલે ગત તા. 19 ના રોજ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે અગાઉ ચાર આરોપીને ઝડપી લઈને રોકડ રૂ 5 લાખ સહીત 8.25 લાખનો મુદામાલ રીકવર કર્યો હતો

જે ગુનામાં ફરિયાદીના મોબાઈલ નંબર સ્ત્રી આરોપીને આપી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર મુખ્ય ટીપ આપનાર આરોપી રણછોડ ભીખાભાઈ રબારી રહે સજનપર તા. ટંકારા વાળો હોવાનું ખુલતા આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW