ટંકારા: રાજકોટ-મોરબી હાઈવે પર આવેલ શોલે નોનવેઝ લારીએ આગળના પૈસા લેવાના નીકળતા હોવાનું કહીને યુવાનને અલ્તાફે ફડાકા ઝીંક્યા અને ગાળો આપી જાતિ પ્રત્યે હડધૂત કરી હોવાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકે રહેતા અશ્વીનભાઈ કરશનભાઈ સોલંકી (ઉ.વ.28)એ આરોપી અલ્તાફ હુશેન ખલીફા (રહે.તીલકનગર ટંકારા) સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.7 ના રોજ અશ્વીનભાઇ આરોપી અલ્તાફની શોલે નોનવેઝની લારીએ નોનવેઝનું પાર્સલ લેવા ગયા હતા. અને આરોપીએ આગળના પૈસા બાકી છે. તેમ કહેતા અશ્વીને કહેલ કે, મારે પૈસા લેવાના નીકળે છે. તેમ કહેતા આરોપી અલ્તાફે ગુસ્સે થઇને અશ્વિન સાથે બોલાચાલી કરી ગાળો આપી બે-ત્રણ ઝાપટ મારી જાતિ પ્રત્યે હડધૂત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ scst સેલ મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એચ.એન.ઉપાધ્યાય ચલાવી રહ્યા છે.