ટંકારા: લજાઈ નજીક આવેલા ભીમનાથ મહાદેવ મંદિર પાછળ નદીમાં ન્હાવા ગયેલા ચાર યુવાનો નદીમાં ડૂબ્યા હતા. જેમાં મોરબીના ત્રણ યુવાનોના મોત નિપજ્યું હતું. ત્રણ યુવાનોના મોતથી પરિવારમાં દુખની લાગણી પ્રસરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા નજીક લજાઈ ગામે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં ચાર મિત્રો ન્હાવા ગયા હતા. તે દરમ્યાન નદીના પાણીમાં ડૂબી જતાં દિપક દિનેશભાઇ હડિયલ (ઉ.વ.૧૯, રહે.ક્રિષ્નાપાર્ક સોસાયટી, મોરબી), રિશીભાઈ ભાવેશભાઈ દોશી (ઉ.વ.૧૭, રહે.પુનિત નગર-૩મોરબી) અને 3. સ્વયમ જેઠાભાઇ નંદા (ઉ.વ.૧૭, રહે.ક્રિષ્ના પાર્ક મોરબી)નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એકનો બચાવ થયો હતો. બનાવની જાણ થતાં ગ્રામજનોને થતા મોરબી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તુરત જ ફાયર ટિમ ઘટનાસ્થળે દોડી ગયા હતી. અને ભારે જહેમત ઉઠાવી ત્રણેય યુવાનોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
